
આજના સમયમાં ઘણીવાર ગુજરાતી મીડીયમમાં ભણેલા માતા-પિતા પોતાના બાળકોને English medium સ્કૂલમાં મોકલે છે, જ્યાં અંગ્રેજી બોલવા પર ભાર હોય છે. પરંતુ ઘરે ગુજરાતી બોલવાની પરંપરા જાળવી રાખવી અગત્યની છે. માતૃભાષામાં શીખેલા બાળકોમાં સમજણ, સંસ્કાર અને સાંસ્કૃતિક ઓળખ મજબૂત રહે છે. આ લેખમાં, માતા-પિતા ઘરે ગુજરાતી બોલી કેવી રીતે જાળવી શકે તે અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપેલું છે.
ગુજરાતી ભાષા માત્ર વાતચીતનું માધ્યમ નથી, તે આપણા સંસ્કાર, પરંપરા અને ઓળખનો અગત્યનો હિસ્સો છે. આજના સમયમાં, ખાસ કરીને શહેરોમાં અથવા વિદેશમાં રહેતાં પરિવારોમાં, ગુજરાતી બોલી ધીમે ધીમે ગાયબ થતી જાય છે. બાળકો અંગ્રેજી અથવા હિન્દી ભાષા વધારે બોલવા લાગે છે, અને ઘરમાં પોતાની માતૃભાષાનો ઉપયોગ ઓછો કરે છે.
આજના સમયમાં મોટાભાગના ગુજરાતી માતા-પિતા પોતાના બાળકોને સારી તક આપવા માટે English Medium સ્કૂલમાં મોકલે છે. તેમાં કંઈ ખોટું નથી, પરંતુ ઘણી વખત આ કારણે ઘરમાં ગુજરાતી બોલવાની પરંપરા ધીમે ધીમે ઓછી થવા લાગે છે. સ્કૂલોમાં English બોલવા ઉપર ભાર રહે છે, શિક્ષકો અને મિત્રો પણ અંગ્રેજીમાં વાત કરે છે, તેનાથી બાળકોમાં ગુજરાતી ભાષા પ્રત્યે રુચિ ઓછી થતી જાય છે અને ગુજરાતી ભાષાને તુચ્છ સમજીને તેને અવગણવામાં આવે છે. અને ધીમે ધીમે બાળક માટે ગુજરાતી માત્ર “ઘરમાં વપરાતી” ભાષા બની જાય છે.
પરંતુ માતૃભાષા એ માત્ર સંવાદનું સાધન નથી, તે બાળકની વિચારશક્તિ, સંસ્કાર અને ઓળખનો આધાર છે. “માતૃભાષામાં ભણેલા બાળકો એકંદરે હોશિયાર અને સારી સમજણવાળા હોય છે” — આપણી ભાષામાં કહીએ તો “ભણ્યા નહિ પણ ગણ્યા હોય છે”. એટલે ઘરમાં ગુજરાતી બોલી જાળવી રાખવી એટલી જ જરૂરી છે જેટલી બાળકોને સારી શિક્ષણ આપવી.
આ પરિસ્થિતિ બદલવા માટે માતા-પિતા સક્રિય ભૂમિકા ભજવી શકે છે. ચાલો, જોઈએ કે ઘરમાં ગુજરાતી બોલી જાળવી રાખવા માટે માતા-પિતા શું કરી શકે.
વિચાર કરવાની ક્ષમતા વધે છે – માતૃભાષામાં વિચારવું વધુ સહજ હોય છે, જેનાથી બાળક જલ્દી શીખે છે અને વસ્તુઓ સારી રીતે સમજે છે.
સંસ્કૃતિ સાથે જોડાણ રહે છે – ગુજરાતી ભાષા સાથે આપણા તહેવારો, લોકકથાઓ, કહેવતો, ગીતો અને સંસ્કૃતિ જોડાયેલી છે.
બહુભાષી બનવાની તક – જો બાળક ઘરમાં ગુજરાતી અને સ્કૂલમાં અંગ્રેજી શીખે, તો તે સ્વાભાવિક રીતે દ્વિભાષી બની જાય છે, જે આજના ગ્લોબલ યુગમાં મોટી તક છે.
ઓળખ અને ગૌરવ – પોતાની ભાષા આવડવી એ વ્યક્તિ માટે ગૌરવની વાત છે, જે તેને પોતાની મૂળ સાથે જોડેલી રાખે છે.
ઘરમાં શક્ય તેટલું ગુજરાતી ભાષામાં વાતચીત કરવાનો નિયમ બનાવો.
આ રીતે ઘરમાં એક ભાષિક વાતાવરણ ઊભું થશે, જ્યાં બાળકોને ગુજરાતી શીખવી સરળ બનશે.
વાર્તાઓ ભાષા જાળવવાનો સૌથી અસરકારક રસ્તો છે.
વાર્તાઓ દ્વારા બાળકો શબ્દભંડોળ વધારશે અને સંસ્કૃતિ સાથે જોડાશે.
બાળકોને તેમની ઉંમરને અનુરૂપ ગુજરાતી પુસ્તકો આપો.
જ્યારે બાળકો વાંચનને મજા સાથે જોડે છે, ત્યારે ભાષા પ્રત્યેનો પ્રેમ વધે છે.
સંગીત અને કવિતા ભાષાની મીઠાશ જાળવી રાખે છે.
આ માત્ર ભાષા જાળવે નહીં, પરંતુ સાંસ્કૃતિક ગૌરવ પણ વધારશે.
ટેલિવિઝન અને ડિજિટલ મીડિયાનો ઉપયોગ પણ ભાષા જાળવવામાં મદદરૂપ છે.
આપણે ગુજરાતી સિનેમા નો ખુબ આભાર માનવો જોઈએ. ‘છેલ્લો દિવસ’ થી લઈને આજ સુધીની નવી ગુજરાતી ફિલ્મોએ ગુજરાતી ભાષાને એક નવા મુકામ ઉપર પહોંચાડી છે જે આજ ની જનરેશનને ગુજરાતી ભાષા સાથે જોડી રાખે છે.
તહેવારો સાથે ભાષા અને સંસ્કૃતિ જીવંત રહે છે.
આ રીતે બાળકોને ભાષા સાથે લાગણીશીલ જોડાણ થાય છે.
જો દાદા-દાદી કે વડીલો ગુજરાતી બોલે છે તો તેમના સાથે બાળકોને વાતચીત કરવા પ્રોત્સાહિત કરો.
બોલી સાથે લખાણ પણ જાળવવું જરૂરી છે.
આજના સમયમાં અનેક ઍપ્સ અને વેબસાઇટ્સ ગુજરાતી શીખવા માટે ઉપલબ્ધ છે.
ગુજરાતી બોલવાનું કામ અથવા ફરજ તરીકે નહીં, પરંતુ મજા તરીકે રજૂ કરો.
બાળકોને ગુજરાતી સાથે અંગ્રેજી અને હિન્દી પણ શીખવવું મહત્વનું છે, પણ માતૃભાષા મજબૂત રહે તે માટે સંતુલન જાળવો.
બાળકને સમજાવો કે બહુભાષી હોવું એ એક શક્તિ છે.
ઘરમાં ગુજરાતી, બહાર અંગ્રેજી/હિન્દીનો ઉપયોગ કરી શકાય.
માતા-પિતા માટે સૌથી મોટું હથિયાર દૈનિક પ્રેક્ટિસ અને પ્રેમાળ વાતાવરણ છે. જ્યારે બાળકોને ગુજરાતી ભાષા મજા, પ્રેમ અને ગૌરવ સાથે જોડાયેલી લાગે છે, ત્યારે તેઓ તેને જીવનભર જાળવી રાખશે.
ગુજરાતી ભાષા આપણા સંસ્કૃતિના વારસાનો ખજાનો છે — ચાલો, તેને પેઢીથી પેઢી જીવંત રાખીએ.